RBIના નવા વડા તરીકે સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યો

RBIના નવા વડા તરીકે સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યો

RBIના નવા વડા તરીકે સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યો

Blog Article

ભારતીય રિઝર્વ બેન્કના ૨૬મા ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળ્યો હતો. સેન્ટ્રલ બેન્કના વડા તરીકે સંજય મલ્હોત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રિઝર્વ બેન્ક નીતિ વિષયક બાબતોમાં સાતત્ય અને સ્થિરતા જાળવશે. જોકે, વિશ્વના આર્થિક અને રાજકીય માહોલને જોતાં સતર્ક રહેવાની જરૂર છે.” શક્તિકાંત દાસે ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર તરીકે છ વર્ષ પૂર્ણ કર્યા બાદ મંગળવારે હોદ્દા પરથી વિદાય લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક સર્વસમાવેશિતાને પ્રોત્સાહન આપવા મોટા પાયે ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. અત્યાર સુધી સરકારી ‘બાબુ’ તરીકે ફરજ બજાવનાર મલ્હોત્રા બુધવારે સવારે મુંબઇ ખાતેના આરબીઆઇ હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની સરકારે સોમવારે નિયુક્તિ કરી હતી.
મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990-બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સ સ્નાતક છે અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.33 વર્ષથી વધુની કારકિર્દીમાં મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિત અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેઓ મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેઓ નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ હતાં

Report this page